સોમવાર, 18 નવેમ્બર, 2013

કચ્છ ફિલાટેલિક એસોસિયેશન ભુજના સભ્યોએ શ્યામજી કૃષ્ણ વર્માની ૮૩મી પુણ્યતિથિએ ક્રાંતર્તિીથ સ્મારકની મુલાકાત લઇને ક્રાંતિવીરને શ્રદ્ધાંજલિ આપી હતી.કચ્છ ફિલાટેલિક એસોસિયેશનના મંત્રી દિનેશ મહેતાએ પં.શ્યામજીના માનમાં સિક્કા બહાર પાડવા માટે સૂચન કર્યું હતું, તે માટે ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પ્રસ્તાવ મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતું. સહમંત્રી વિજયાબેન પટેલે માંડવી પોસ્ટ ઓફિસમાં પરમેનેન્ટ સ્પેશિયલ કેન્સલેશન આપવામાં આવે તેવું સૂચન કર્યું હતું.આ પ્રસંગે રાજેશ ગણાત્રા અને રાયસિંહ રાઠોડ દ્વારા ક્રાંતર્તિીથના ફોટાની બુકલેટ, પિક્ચર પોસ્ટ કાર્ડ, કોફી મગ, કી-ચેઇન વગેરે બનાવી વેચાણ અર્થે મૂકવામાં આવે તો બહારના પ્રવાસીઓ કાયમી યાદગીરી સાથે લઇ જઇ શકે તેમજણાવ્યું હતું.ભુજના કબીર મંદિરના મહંત કિશોરદાસજી અને સંસ્થાના પ્રમુખ ચંદ્રવદન મહેતાએ પણ પં.શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમ સંસ્થાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.



ભુજ મ્યુઝીયમ માં 11 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ  દરમ્યાન યોજાયેલ પ્રદર્શન  ના ફોટોગ્રાફ